અંગ્રેજીને ભાષા રહેવા દો!

  • 2.7k
  • 740

કદાચ શીર્ષક થોડું અલગ લાગશે અને આજની વાત પણ થોડી અલગ જ છે. બની શકે કે આ બહુ નાના સમૂહને આ વાત લાગુ પડે અથવા તો બહુ નાનો હિસ્સો આનાથી સહમત હોય પણ, વાત મને શેર કરવા જેવી લાગી એટલે કરું છું અને હા, હરહંમેશની જેમ તમારા સૂચનો અને પ્રતિભાવો શિરોમાન્ય રહેશે.વાત છે એક સામાન્ય ઘરમાં જન્મેલી એક છોકરીની. જે અન્ય ઉગતા બાળકોની જેમ જીવનમાં ગોઠવાતી હતી અને મથતી હતી કંઇક બનવા/સાબિત કરવા માટે. ત્યારે અંગ્રેજી ભાષા એની સામે એક ઓપ્શન નહિ પણ એક કમપ્લસન બનીને આવી. આઠમા ધોરણની એ વિદ્યાર્થીની સમજી ન્હોતી શકતી કે શા માટે એ અંગ્રેજી ભાષાને