તારી પીડાનો હું અનુભવી - ભાગ 13

  • 2.1k
  • 1
  • 884

હવેની મીટિંગ કોઈ એવી જગ્યાએ હોય જ્યાં એ સંપૂર્ણપણે પોતાનું મન ખાલી કરી શકે. ત્યાર બાદ એ ભૂતકાળ એની પાસે પીડારૂપે નહીં પણ ફક્ત એક તારણરૂપે રહે, જે એને આગળની જિંદગીમાં ફરી એવી ભૂલો કરતા અટકાવે. હવે એ એના જીવનની એક નવી શરૂઆત કરે એવી મારી આશા હતી. આખરે એવી કઈ જગ્યા હોઈ શકે?હું ઘરે પહોંચી. બા ઘરમાં આરતી કરી રહ્યા હતા. ઘરમાં પહોંચતા જ એકદમ શાંતિનો અનુભવ થયો. હું પણ આરતીમાં જોડાઈ.‘બેટા, બે દિવસથી નવરાત્રી ચાલુ થયા છે, ખબર છે ને તને?’ આરતી પૂરી થયા બાદ આરતીની થાળી મારી સામે ધરતા બા બોલ્યા.‘હા, બા.’ મેં આરતી લીધી. દીવા ઉપરથી