ભાગવત રહસ્ય - 141

  • 278
  • 100

ભાગવત રહસ્ય-૧૪૧   તે પછી રાજા રહૂગણ પૂછે છે-આ વ્યવહારને મિથ્યા (અસત્ય) કેમ કહી શકાય ?જો કોઈ પણ વસ્તુ અસત્ય હોય –મિથ્યા હોય તો-કોઈ પણ ક્રિયા (કર્મ) થઇ શકે જ નહિ. જેમ કે જો ઘડો (મિથ્યા) અસત્ય હોય-તો તે ઘડાથી જળ લાવી શકાય નહિ.હકીકતમાં ઘડો હોય તો જ જળ લાવી શકાય. આંખે દેખાતી વ્યવહારની ક્રિયાઓમાં બધું હકીકતથી ભરેલું છે-તે મિથ્યા કેવી રીતે?   આપે કહ્યું-કે શરીરને દુઃખ થાય છે-આત્માને થતું નથી.પરંતુ હું માનુ છું-કે શરીરને કષ્ટ થાય તો તે આત્માને થાય છે.કારણ -કે-શરીરનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે-ઇન્દ્રિયોનો મન સાથે-મનનો બુદ્ધિ સાથે-અને બુદ્ધિનો આત્મા સાથે છે.એટલે શરીરને જે દુઃખ થાય તે