ભીતરમન - 4

(13)
  • 2.3k
  • 1
  • 1.7k

હું અને તેજો અમારા નિર્દોષ મજાકમાં ખુશ હતા ત્યાં જ બીજા મિત્રો પણ આવી ગયા હતા. ધીરે ધીરે રાત્રીએ એનો કબજો સમગ્ર ધરતી પણ પાથરી લીધો હતો. બધે જ હવે સંપૂર્ણ અંધારું છવાઈ ગયું હતું. ગામના ભાભલાઓ એમના ઘર તરફ વળી ચુક્યા હતા. અમે જુવાનિયાઓ બધા હવે અમારી અસલી રંગતમાં આવી ગયા હતા. નનકો પણ અમારી સાથે હાજર જ હતો. કોઈક હૂકો તો કોઈ પાન, બીડી, તંબાકુંની મોજ માણી રહ્યુ હતું. તેજા સિવાય કોઈને ધ્યાન નહોતું કે બીડી ફક્ત મારા હાથમાં જ સળગતી હતી, હું બીડીના દમ એક પણ લગાવતો નહોતો. તેજો એમ તો હોશિયાર આથી નનકાની સામે કાંઈ બોલ્યો