પીએચડી

  • 1.4k
  • 484

                                             ચારો તરફ પ્રશંસાના ફૂલ વરસી રહ્યા હતા. તાળીઓના ગડગડાટ વચે પ્રો.દેવાંશ સીરહા ભાવિ યુવાધનને નિહાળી રહયા હતા. આખો હૉલ ભરેલો હતો.યુવાન છોકરા છોકરીઓ આજના વિધ્યાર્થીઓ દેશનું ભવિષ્ય , તેમણે ચશ્મા ઠીક કર્યા.હોલમાં દૂર સુંધી નજર કરી.અનેક ચહેરાઓમાં એક ચહેરો ધૂંધળો થઈને ધીરે ધીરે બિલકુલ સ્પસ્ટ થઈ રહ્યો હતો. એ ચહેરો હતો એક વિધ્યાર્થી દેવાંશનો.એમએ એમએડ થયા પછી તેણે એજ્યુકેશનમાં  પીએચડી કરવાનું સ્વપ્ન લઈને તે આવ્યો હતો. તે સમયે લેખિત પ્રવેશ ટેસ્ટ નહતા મૌલિક ઇન્ટરવ્યુ અને પસંદ કરેલ વિષયની