હિમાચલનો પ્રવાસ - 10

  • 1.1k
  • 398

હિમાચલનો પ્રવાસ - 10 (વશિષ્ઠ ગામની મુલાકાત)તારીખ : 11, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં વહેલી સવારમાં પ્રકૃતિનું પાન કરી વશિષ્ઠ ગામની મુલાકાતે આવ્યા.આજના એપિસોડમાં આપડે જાણીશું વશિષ્ઠ ગામના વિશેની પૌરાણિક માહિતી.પૌરાણિક કથા અનુસાર, વિશ્વામિત્ર ઋષિ દ્વારા વશિષ્ઠ ઋષિના પુત્રોની હત્યા કરી દેવામાં આવી. આ ઘટનાને લઈને વશિષ્ઠ ઋષિ ખુબજ શોકમગ્ન થઇ ગયા. તેઓએ પોતાના પ્રાણ ત્યાગી દેવાનું નક્કી કર્યું. પ્રાણત્યાગ કરવા માટે તેઓએ વીપાસા નદી એટલે કે હાલની બિયાસ નદીમાં જળસમાધી લીધી. પરંતુ વિપાસા નદી એ વશિષ્ઠ ઋષિના પ્રાણ લેવાની ના પાડી દીધી. ત્યારબાદ વશિષ્ઠ ઋષિએ ત્યાં ગામની સ્થાપના કરી અને ત્યાં રહીને તપસ્યા કરવા લાગ્યા અને એમના નામ ઉપરથી આ ગામનું