ભાગવત રહસ્ય - 132

  • 412
  • 130

ભાગવત રહસ્ય-૧૩૨   જગતને રાજી કરવું મુશ્કેલ છે.પોતાના ઘરમાં યે બધાને રાજી કરવા મુશ્કેલ છે. સર્વ ને સદાકાળ રાજી કરી શકાતા નથી.એક જુનું અને જાણીતું ઉદાહરણ યાદ આવે છે.એક સમયે-બાપ-દીકરો ઘોડાને લઇ જતાં હતા.દીકરાએ બાપને કહ્યું કે-તમે ઘોડા પર બેસો. હું ચાલીશ. બાપ ઘોડા પર બેઠો.જતા હતા અને સામે માણસો મળ્યા. તે વાતો કરે કે –જુઓ આ બાપ કેટલો નિર્દય છે.પોતે ઘોડા પર બેઠો અને નાનો છોકરો તાપમાં ચાલે છે.બાપે આ સાંભળ્યું-તેણે છોકરાને કહ્યું-બેટા તું ઘોડા પર બેસ –હું ચાલીશ. દીકરો હવે ઘોડા પર બેઠો.   થોડા આગળ ગયા એટલે –બીજા લોકો સામે વાતો કરતા સાંભળવા મળ્યા-કે-દીકરો કેટલો નિર્લજ્જ છે.કેવો