ભાગવત રહસ્ય - 128

  • 376
  • 158

ભાગવત રહસ્ય-૧૨૮   સમય આવ્યે-ધ્રુવજીનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. ધ્રુવજ ને ગાદીએ બેસાડી ઉત્તાનપાદ રાજા વનમાં તપ કરવા ગયા છે.ભ્રમિ સાથે ધ્રુવજીનું લગ્ન થયું છે. સુરુચિનો પુત્ર અને ધ્રુવજીના ભાઈ રાજકુમાર- ઉત્તમ -એક વખત જંગલમાં શિકાર કરવા ગયા છે-ત્યાં યક્ષો સાથે યુદ્ધ થયું-જેમાં તે માર્યો ગયો.સમાચાર સાંભળી ધ્રુવજી યક્ષો જોડે યુદ્ધ કરવા જાય છે-ભીષણ યુદ્ધ થયું છે-ધ્રુવ યક્ષોનો સંહાર કરવા લાગ્યા.   ત્યારે તેમના દાદા (ઉત્તાનપાદના પિતા) મનુ મહારાજ આવી ધ્રુવજીને ઉપદેશ કરે છે-આપણાથી મોટા પુરુષો પ્રતિ સહનશીલતા-નાના પ્રતિ દયા-સમાન વય સાથે મિત્રતા અને સમસ્ત જીવો સાથે સમવર્તાવ રાખવાથી- શ્રી હરિ પ્રસન્ન થાય છે. (ભાગવત-૪-૧૧-૧૩-૧૪) બેટા યક્ષો-ગંધર્વો જોડે વેર કરવું યોગ્ય