ભાગવત રહસ્ય - 127

  • 404
  • 172

ભાગવત રહસ્ય-૧૨૭   જ્ઞાન નો અંત (સમાપ્તિ) શ્રીકૃષ્ણ દર્શનમાં આવે છે. (પુસ્તકો વાંચવાથી જ્ઞાનની સમાપ્તિ થતી નથી) પરમાત્મા ને જાણ્યા પછી કાંઇ પણ જાણવાનું બાકી રહેતું નથી.પરમાત્માને ત્યારે જ જાણી શકાય છે-જયારે પરમાત્મા કૃપા કરે છે.અને પરમાત્મા ત્યારેજ કૃપા કરે છે-જયારે કોઈ પણ સાધન કરતો –મનુષ્ય-સાધનનું અભિમાન છોડી-દીન થઈને રડી પડે છે.   તેથી જ ઉપનિષદ માં કહ્યું છે-કે-આ આત્મા-વેદોના અભ્યાસથી મળતો નથી. કે પછી-બુદ્ધિની ચાતુરી અથવા બહુ શાસ્ત્રો સાંભળવાથી પણ મળતો નથી.પણ જેનું આ આત્મા વરણ કરે છે-(પસંદ કરે છે-કૃપા કરે છે) તેને જ આ આત્માની પ્રાપ્તિ થાય છે. (આત્મા તેને પોતાનું સ્વ-રૂપ બતાવે છે) અને આ આત્મજ્ઞાન (પરમાત્મજ્ઞાન)