ભાગવત રહસ્ય-૧૨૦ આ શરીર પાંચ તત્વોનું બનેલું છે. એક એક તત્વના એક એક દેવ છે.(બહુ ઊંડાણ પૂર્વક નીચેની વાત સમજવાનો પ્રયત્ન કોઈ કરે તો ઘણો બધો પ્રકાશ પડી શકે!! ) (૧) પૃથ્વી તત્વ- ના દેવ ગણેશ છે. ગણપતિ વિઘ્ન હર્તા-વિઘ્નનો નાશ કરનાર છે. (૨) જળ તત્વ- ના દેવ શિવ છે. શિવજીની કૃપાથી જ્ઞાન મળે છે. (૩) તેજ તત્વ - ના દેવ સૂર્ય છે. સૂર્ય નીરોગી બનાવે છે.આરોગ્ય આપે છે.તે પૃથ્વી પર પ્રત્યક્ષ –દેવ- છે. (૪) વાયુ તત્વ- ના દેવી માતાજી છે. માતાજીની ઉપાસના –બુદ્ધિ-શક્તિ અને ધન આપે છે. (૫) આકાશ તત્વ-ના દેવ વિષ્ણુ છે. વિષ્ણુની ઉપાસના પ્રેમ