ભાગવત રહસ્ય - 114

  • 510
  • 246

ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે બીજાનો વિનાશ કરવા તત્પર બને છે. આ પર એક દૃષ્ટાંત વિચારવા જેવું છે. એક દેશમાં રાજા અને નગરશેઠ વચ્ચે મિત્રતા હતી. બંને રોજ સત્સંગ કરે. નગરશેઠનો ધંધો ચંદનના લાકડાં વેચવાનો હતો.શેઠનો ધંધો બરાબર ન ચાલે. ચાર પાંચ વર્ષથી ખોટ જતી હતી.એક દિવસ મુનીમે કહ્યું-ચંદનના લાકડાં સડે છે,કોઈ બગડેલો માલ લેતું નથી, જો આ વર્ષે પૂરતા પ્રમાણમાં ચંદન નહિ ખપે તો પેઢી ડૂબી જશે.   ચંદન જેવું કિંમતી લાકડું રાજા સિવાય બીજું કોણ લે ? નગરશેઠને ધંધા માટે સ્વાર્થનો વિચાર આવ્યો છે, આ રાજાનું કંઈક થઇ જાય તો સારું. રાજા મરી જાય