ભાગવત રહસ્ય - 113

  • 260
  • 102

ભાગવત રહસ્ય-૧૧૩ સ્કંધ-૪(ચોથો)-૧ (વિસર્ગ લીલા)   પ્રથમ સ્કંધમાં અધિકારલીલાનું વર્ણન કર્યું. ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ ? વગેરે બતાવ્યું.દ્વિતીય સ્કંધ એ જ્ઞાન-લીલા છે. મરણ સમીપ હોય ત્યારે કેમ જીવવું? મનુષ્યનું કર્તવ્ય શું ?વગેરે જ્ઞાનનું વર્ણન કર્યું.ત્રીજો સ્કંધ સર્ગ-લીલા છે. જ્ઞાન કેવી રીતે જીવનમાં ઉતારવું,અને જગતની ઉત્પત્તિનું વર્ણન છે.ચોથો સ્કંધ ને વિસર્ગ-લીલા કહે છે.ચાર પુરુષાર્થની કથા આમાં છે.   જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કર્દમની જેમ જીતેન્દ્રિય થવું પડે,તો બુદ્ધિ દેવહુતિ મળે.નિષ્કામ બુદ્ધિથી જ્ઞાન સિદ્ધ થાય છે.અને જ્ઞાન સિદ્ધ થયા પછી,પુરુષાર્થ સિદ્ધ થાય છે.એટલે ચોથા સ્કંધમાં આવી ચાર પુરુષાર્થની કથા.ચોથા સ્કંધમાં ચાર પ્રકરણો અને એકત્રીસ અધ્યાયો છે.   પુરુષાર્થ ચાર છે-ધર્મ-અર્થ-કામ