ચુની

  • 1.9k
  • 600

"અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને ઘરમાં નજર ફેરવી લીધી. "આ માણાહનું હું કરવું, વરતો જવાબ જ ના વાર્યો. હવ, મન જ જવા દે, નઈ તો મોરું સ ખાવાનું મોરું સ કઈ ન બરાડા કરહી." કહીને મોરલી દુકાન તરફ ઉતાવળી થઈ. "લ્યો, આતો ઓઈ જ જોમાડીને બેઠા સ." "પેટીમાં હું મોતી માણેક ભર્યા સ ક મશગુર થઈ ન બેહી રહ્યા સો." કાનજીએ મોરલીની વાત કાન પર ધરી નહિ. એ તો પોતાના મથામણ જ હતો. સ્લેટ, કાટ ખાઈ ગયેલો કંપાસ, ફાટેલી અને કાટના ડાઘ લાગેલી ચોપડીઓ, લખોટીઓથી ભરેલો ડબ્બો સાથે સાથે માચિશ પેટીની છાપ, જે વિદ્યાર્થી અવસ્થાના સંભારણા