એક હતો રાજા સોનેરી ચક્લી - ભાગ 3

  • 2.2k
  • 1.1k

એક હતો રાજા સોનેરી ચકલી=3 (વહાલા બાળ મિત્રો.મનુ માળી ને પોતાની ગરીબાઈ નુ દુઃખ હતુ.પોતાની લાડકી દીકરી ને એ સારુ ભોજન.સારા વસ્ત્રો.અને સારુ રહેઠાણ આપવા ઈચ્છતો હતો અને આથી એ સોનેરી ચકલીને મહારાજ ને સોંપીને ઈનામ મેળવવાના મનોરથ સેવતો હતો.) "સોનેરી ચકલી તો સોનાના પિંજરામાં જ શોભે.હુ અત્યારે જ એને મહારાજ ને આપી આવુ છુ." આમ કહીને મનુ માળી પોતાની જગ્યાએથી ઉભો થયો.તો લીલાએ તરત એના પગ પકડી લીધા અને કરગરતા સ્વરે બોલી. "પણ બાપુ પછી એની આઝાદી નુ શુ? પિંજરામાં એ કેવી રીતે ઉડી શકશે?" "એનાથી આપણે શુ મારી વહાલી દીકરી?આપણને તો આ સોનેરી ચકલી ના બદલે મહારાજ ઈનામ