ભાગવત રહસ્ય - 99

  • 324
  • 110

ભાગવત રહસ્ય-૯૯   હવે કપિલ ગીતાનો પ્રારંભ થાય છે. આ દિવ્ય પ્રસંગ છે.દીકરો મા ને ઉપદેશ આપે છે.ભાગવતનું આ અગત્યનું પ્રકરણ છે.તેના નવ અધ્યાય છે. કપિલ ગીતા નો પ્રારંભ અધ્યાય -૨૫ થી છે. તેમાં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ છે. ત્રણ અધ્યાયમાં પહેલાં વેદાંતનું જ્ઞાન કહ્યું છે. ત્યાર બાદ ભક્તિનું વર્ણન કર્યું છે. તે પછી સંસારચક્રનું વર્ણન આવે છે.   એક દિવસ માતા દેવહુતિએ વિચાર્યું-કે-જયારે કપિલનો જન્મ થયેલો ત્યારે બ્રહ્માજીએ કહેલું કે- આ બાળક સાક્ષાત નારાયણનોં અવતાર છે. આ બાળક મા નો ઉદ્ધાર કરવા આવ્યો છે. તેમને હું પ્રશ્ન પૂછીશ તો તે જવાબ આપશે.દેવહુતિ કપિલ ભગવાન પાસે આવ્યા છે.સદભાવથી વંદન કરી કહ્યું-આપ