ભાગવત રહસ્ય - 92

  • 352
  • 180

ભાગવત રહસ્ય-૯૨   જય-વિજય એટલે કીર્તિ-પ્રતિષ્ઠાનો મોહ. કદાચ પૈસાનો મોહ છૂટી શકે છે-ને અતિસાવધ રહેવાથી કામને જીતી શકાય છે.પણ દ્રવ્યત્યાગ અને કામત્યાગ કર્યા પછી –કેટલાંક મહાત્માઓને-માયા-એ- કીર્તિમાં ફસાવે છે. સાધુ મહાત્માઓને થાય છે-કે મારા પાછળ મારો આશ્રમ ચાલે,લોકો મને યાદ કરે.     મોટા મોટા રાજાઓને જગત ભૂલી ગયું છે,તો મારી પાછળ મારું નામ રહે તે -આશા રાખવી વ્યર્થ છે.મઠ-મંદિર અને આશ્રમની આસક્તિ –એ ભક્તિમાં વિઘ્ન કરનારી છે.જ્ઞાની પુરુષો પરમાત્માના દ્વાર સુધી પહોંચે છે-પણ જો કીર્તિમાં ફસાય તો ત્યાંથી નીચે ગબડી પડે છે. મનુષ્યને પણ કીર્તિ-પ્રતિષ્ઠા નો મોહ છૂટતો નથી. ઘરનું નામ આપે છે-અનિલનિવાસ. પણ અનિલભાઈ તેમાં કેટલા દિવસ રહેવાના?