બોધદાયક વાર્તાઓ - 16

  • 1.6k
  • 534

શું દરેક શાકભાજી આપણને ને કઈંક શીખવાડે છે? એકવાર ભજીયાઓની સભા મળી. પતરી,કતરી, લસણીયા, ભરેલા મરચાના, ફૂલવડી, કેળાના, ડુંગળીના જાત-જાતના ભજીયા આ સભામાં ઉપસ્થિત હતા. માનવ સમાજમાં સૌથી લોકપ્રિય ભજીયાને ‘બેસ્ટ ભજીયા’ એવોર્ડ આપવાનો હતો. નોમિનેશન ઘણાંએ કર્યું હતું. થોડી ઔપચારિકતા બાદ સર્વ સંમતિથી આ એવોર્ડ ‘બટાટાવડા’ને આપવામાં આવ્યો. સભામાં તાળીઓનો ગડગડાટ થયો. એન્કરે એવોર્ડ વિનર ‘બટાટાવડા’ને એની લોકપ્રિયતાનું રહસ્ય પૂછ્યું ત્યારે બટાટાવડા એ જે વાત કહી તે કાન ખોલી સાંભળવા જેવી છે : ‘આદરણીય ભજીયા સમાજને મારા નમસ્કાર’ થી પોતાની વાત શરુ કરતા બટાટાવડાએ કહ્યું કે ‘માનવ સમાજના દરેક વર્ગમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે મેં મારા દેહના કણે કણનું