સમય બધું કહેશે.

  • 1.8k
  • 546

“ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,સપનાઓ, ઇચ્છાઓ, તિતિક્ષા, છે બાકી,તુ લેતો જા છોને પરીક્ષા છે બાકી” એક ગુજરાતી નાટકમાં આ સાંભળેલું, મુશ્કેલીઓ, મૂંઝવણ, તકલીફો, આ બધું દૂર કરવા આજીવન આપણે કામ કરતા હોઈએ છીએ, અને ઘણીવાર થાકી જતા હોઈએ છીએ કે, હજુ કેટલું કરવાનું ? અને ક્યાં સુધી આ ચાલ્યાં કરશે ? અત્યારે કેટલાક યુવાનોમાં 25-30 વર્ષે મીડ લાઇફ ક્રાઇસિસ આવી જાય છે. એમની હિંમત ઓછી થઈ જાય છે અને કામ પ્રત્યેની ધગશ બાષ્પીભવન પામે છે અને રહી જાય છે માત્ર વસવસો કે, મારું વિશ લીસ્ટ પૂરું ન થયું. લોકોની થાકી જવાની, હારી જવાની, સપનાંઓ ન