તારી પીડાનો હું અનુભવી - ભાગ 12

  • 1.5k
  • 1
  • 600

પરમ અને નિખિલ ત્યાંથી નીકળી ગયા પણ એમની વાતોની પ્રિન્ટ મારા મનમાં જ રહી ગઈ. નિખિલની ગર્લફ્રેન્ડ કોણ હશે? એની ટાઈપની છોકરી કેવી હોઈ શકે? શિવાંગી તો આટલી બધી મોર્ડન છે, તો એનામાં નિખિલને કેમ ઈન્ટરેસ્ટ નહીં હોય? પરમને પણ તો બે ચેટ ફ્રેન્ડ્સ છે. મારે આ બધું વિચારવાની શું જરૂર છે? હશે, એમને જે કરવું હોય એ બધું એ લોકો જાણે! મારે એનાથી શું લેવાદેવા? અંદર ઊભા થતા પ્રશ્નોના જાતે જ સમાધાન લાવવા મેં પ્રયત્ન કર્યો, છતાં વિચારો અટકતા નહોતા. મારે કોઈ લેવાદેવા નહોતી, છતાં પણ કંઈક હતું જે મને વિચારતા અટકાવી નહોતું શકતું.એ દિવસે મને શું સૂઝ્યું કે