ત્રિભેટે - 22

  • 1.5k
  • 592

નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કંઈ નહીં મનમાં એક રિક્તતા હતી.એનું આ દુનિયા પરથી મન ઉઠી ગયું.મનમાં ઉઠેલાં સવાલો હવે વધારે તોફાન મચાવતાં હતાં. જ્યારે શરીર થાકી ગયું ત્યારે તે ત્યાંથી ઉઠ્યો. નયન જઈ રહ્યો હતો ત્યારે અચાનક એની સામે એક સાધુ આવી ગયા સંપૂર્ણ શ્વેત વસ્ત્રમાં સજ્જ,લાંબા સફેદ વાળ સફેદ દાઢી, કપાળ પર ચંદન નો મોટો ગોળ ચાંદલો .ગળામાં રુદ્રાક્ષની માળા અને ખભે એક ઝોળી અને અંધારામાં પણ આંજતું મુખ પરનું તેજ." સવાલોનાં જવાબ મળી ગયાં?"બાબા બોલ્યાં.નયન અવાચક ઉભો રહ્યો એમનાં અવાજમાં અજબ સંમોહન હતું.થોડી ક્ષણો એમ જ ઉભા રહ્યાં પછી , નયન જાણે