Love Differently

  • 1.5k
  • 476

અમૃતા અને આત્મિયના તાજા તાજા લગ્ન થયા હતા, બંને સરળ સમજુ અને સુઘડ કહી શકાય એવું કપલ સમાજને દેખાતું હતું. પરંતુ વાત જાણે એમ થઈ કે અમૃતાના મનની મનોદશા અજાણતા જ આત્મિયની સામે ખુલ્લી પડી ગઈ, જે સાંભળીને એક પુરુષનો સઘળો અહમ્ અને સ્વાભિમાન હચમચી ગયો.તારીખ 21/11/2022નાં રોજ અમૃતા પોતાની એક કોલેજની મિત્ર સાથે વિડિયો કોલ પર વાત કરતી હતી, બંને બહેનપણીઓના લગ્ન લગભગ એક સમયે જ થયા હતા, તો સ્વાભાવિક રીતે બંને સહેલીઓ લગ્નના છ મહિના પછીનો અનુભવ, વ્યથા અને કથા શેર કરી રહી હતી. આ ઘટનાનો પ્રેક્ષક આત્મિય અજાણતા જ બની ગયો અલબત્ત સમગ્ર ઘટનાથી એ અવગત ન્હોતો