ભાગવત રહસ્ય - 5

  • 2.5k
  • 1.6k

ભાગવત રહસ્ય-૫   જીવ નારાયણનો અંશ છે,તેમાં તેને મળી જવું છે.તે માટે શાસ્ત્ર માં અનેક ઉપાયો બતાવ્યા છે. તેમાં ત્રણ મુખ્ય છે.—કર્મ માર્ગ,જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ . પરમાત્માનાં દર્શનનું સાધન અનેક ગ્રંથોમાં આપ્યું છે.ઉપનિષદમાં પણ મનુષ્યને અપરોક્ષ સાક્ષાત્કાર કરવાનું માર્ગદર્શન આપ્યું છે.પણ વ્યાસજીએ વિચાર્યું કે ઉપનિષદની ભાષા ગૂઢ છે,સામાન્ય માણસ તે સમજી શકશે નહિ.   ઉપનિષદનું જ્ઞાન દિવ્ય છે,પણ આપણા જેવા વિલાસી લોકો તેનો અનુભવ કરી શકતા નથી.મનુષ્યનું જીવન અતિ વિલાસી થયું છે,તેથી જ્ઞાનમાર્ગથી જીવ ઈશ્વર પાસે જઈ શકે તે સંભવિત નથી.અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ ના થાય.જ્ઞાન નો પાયો છે –વૈરાગ્ય.એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવો કઠણ છે. શુકદેવજી મહારાજને એવો વૈરાગ્ય