ભાગવત રહસ્ય - 3

  • 3.3k
  • 2.5k

ભાગવત રહસ્ય-૩   મંદિરમાં પ્રભુના દર્શન કર્યા પછી જ્ઞાની પુરુષો જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભગવત સ્વ-રૂપ નો અનુભવ કરે છે.મન જ્યાં જાય ત્યાં ઈશ્વરનાં દર્શન કરે તે જ ઈશ્વર નું અસાધારણ દર્શન છે.જે પરમાત્મા મારામાં છે - તે સર્વમાં છે ,એ પ્રમાણે સમગ્ર જગત જેને બ્રહ્મ રૂપે દેખાય છે ,તે જ્ઞાની છે.સર્વમાં પરમાત્માનો અનુભવ કરતા તેને પોતાના સ્વ-રૂપમાં પણ પરમાત્માનો અનુભવ થાય છે.જેને પ્રત્યક્ષ દર્શન પણ કહેવાય.ઉપનિષદમાં તેને અપરોક્ષ દર્શન કહે છે.   ઈશ્વરને અન્ય કે કોઈ એક સ્થળે વિચારવો કે જોવો -તેને પરોક્ષ દર્શન કહે છે,જે દર્શનથી બહુ લાભ નથી.પણ પરમાત્માના અપરોક્ષ દર્શનથી જીવ કૃતાર્થ થાય છે.જ્ઞાની પુરુષને પોતાના