ભાગવત રહસ્ય - 1

(37)
  • 15.9k
  • 7
  • 9.5k

ભાગવત રહસ્ય-૧   ભાગવત માહાત્મ્ય   પરમાત્મા ના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે.મનુષ્ય જન્મ પ્રભુને પ્રાપ્ત કરવા માટે છે.પ્રભુએ કૃપા કરી માત્ર માનવને જ એક એવી શક્તિ (બુદ્ધિ) આપી છે કે –જો માનવ આ બુદ્ધિનો સદુપયોગ કરી,વિવેકથી (સંયમથી),પવિત્ર જીવન ગાળે તો....મરતાં પહેલા તેને જરૂર પરમાત્મા ના દર્શન થાય........... માત્ર માનવમાં જ બુદ્ધિ-શક્તિ હોવાથી તે આત્મ-સ્વરૂપને પરમાત્મ-સ્વરૂપને ઓળખી લઇ,પરમાત્માના દર્શન કરી શકે છે.માનવ ધારે તો પાપ છોડી શકે છે.પણ પશુ પાપ છોડી શકતા નથી.પશુ પાપ કરે છે, પણ તેમને-અજ્ઞાન-હોવાથી,પરમાત્મા તેના પાપ માફ કરે છે.     પશુ-પક્ષીઓ –શરીર તે –હું જ છું,એવું સમજી વ્યવહાર કરે છે,ત્રણ વર્ષ પછી તો