જૂના કપડાં

  • 1.6k
  • 590

જુના કપડાંજુના કપડાઓના બદલામાં નવા વાસણ લેવા માટે કેટલીય કચકચ કરીને, શ્રીમંત ઘરની એ સ્ત્રી એક મોટા સ્ટીલના તપેલાના બદલામાં પોતાની બે જૂની સાડી વાસણ વેચવા આવેલા એ વાસણવાળા ને આપવા માટે છેલ્લે જેમતેમ તૈયાર થઈ. "ના મોટાબેન ! મને નહિ પોસાય. આવડા મોટા સ્ટીલના તપેલાના બદલામાં મને તમારે ઓછામાઓછી ત્રણ સાડીઓ તો આપવી જ પડશે." એવું કહેતો વાસણવાળાએ એ વાસણ એ સ્ત્રીના હાથમાંથી લઈ પાછું કોથળામાં મૂક્યું."અરે ભાઈ, અરે એક જ વાર પહેરેલી સાડીઓ છે આ બેઇ. જો સાવ નવા જેવી જ છે ! આમ તો આ તારા સ્ટીલના તપેલાના બદલામાં આ બે સાડી તો વધારે જ છે. આ