જોશ - ભાગ 11

(21)
  • 2.6k
  • 1
  • 1.8k

૧૧ : વામનરાવની તપાસ પ્રોફેસર વિનાયક પોતાના રૂમમાં જ હતો. આજે તે સાઈટ પર નહોતો ગયો. વામનરાવે વગાડેલી ડોરબેલના જવાબમાં એણે પોતે જ દરવાજો ઉઘાડયો. એનો ચહેરો ગંભીર અને આંખો ઉદાસ હતી. જાણે હમણાં જ એણે આંસુ લૂંછ્યાં હોય એવું તેની આંખો પરથી લાગતું હતું. એણે ફિક્કું હાસ્ય કરીને બંનેને આવકાર્યા. ત્રણેયે સોફાચેર પર બેસી ગયા. 'ખૂની વિશે કંઈ જાણવા મળ્યું ઇન્સ્પેક્ટર સાહેબ?' વિનાયકે પૂછ્યું. 'હજુ સુધી તો એનો પત્તો નથી લાગ્યો પ્રોફેસર સાહેબ !' વામનરાવ એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, 'પરંતુ એક ને એક દિવસ તો ચોક્કસ એના ચહેરા પરથી નકાબ ઊતરશે જ. ખેર, તમારા ડિપાર્ટમેન્ટમાં જે લોકો છેલ્લા