જોશ - ભાગ 9

(20)
  • 2.6k
  • 2
  • 1.7k

૯ : પાણી કે તેજાબ અચાનક રજનીની ઊંઘ ઊડી ગઈ તો એણે આંખો ઉઘાડીને નીંદર ઊડવાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો. પછી એને બહારના ભાગમાં ગુંજતો શોર સંભળાયો. એણે ઘડિયાળમાં સમય જોયો. રાતના એક વાગ્યો હતો. એ ઝડપભેર પલંગ પરથી નીચે ઊતરીને બહાર નીકળી. એની નજર રજનીકાંતના ફલેટ પર પડી. એ ઉતાવળા પગલે એ તરફ આગળ વધી. વરંડામાં તેને સિક્યોરિટી ઑફિસર પ્રતાપસિંહ, દેવયાની, માધવી ઊભેલા દેખાયાં. જયારે ફાધર જોસેફ તથા કર્નલ ઈન્દ્રમોહન પોતપોતાના રૂમમાંથી નીકળીને એ તરફ જ આવતા હતા. વરંડામાં પહોંચીને એણે જોયું તો પ્રોફેસર વિનાયક, સુનિતા, રઘુવીર ચૌધરી તથા પ્રભાકર દિવ્યાના રૂમમાં મોજૂદ હતા. રૂમમાંથી દિવ્યાના ચિત્કારો પણ ગુંજતા