જોશ - ભાગ 1

(44)
  • 7.6k
  • 8
  • 4.9k

Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતાવરણમાં અચાનક જ ગુંજી ઊઠેલી કોઈક સ્ત્રીની ચીસ સાંભળીને પ્રયોગશાળામાં, પોતાના કામમાં અત્યંત વ્યસ્ત પ્રોફેસર વિનાયક એકદમ ચમક્યો. એણે હાથમાં રહેલ પ્રયોગ માટેની કાચની ટ્યૂબ સ્ટેન્ડમાં ભરાવી અને પછી ઝડપભેર દરવાજા તરફ આગળ વધ્યો. હજી તો એ પ્રયોગશાળામાંથી બહાર નીકળ્યો, ત્યાં જ એણે પોતાના બેડરૂમમાંથી એક સ્ત્રીને પોતાની તરફ દોડી આવતી જોઈ. લોબીમાં પથરાયેલા બલ્બના અજવાળામાં એ તરત જ એને ઓળખી ગયો. આવનાર સ્ત્રી એની પત્ની મમતા હતી. એ ખૂબ જ ગભરાયેલી લાગતી હતી. નજીક આવતાં જ એ વિનાયકને વળગી, એની છાતી પર માથું ટેકવીને જોરજોરથી ઊંડા શ્વાસ ખેંચવા