લોહિયાળ નગર - પ્રકરણ 3

  • 1.7k
  • 802

લોહિયાળ નગર પ્રકરણ:૩ પરાનુભૂતિ                                 ત્રિકાળનો અંધકાર ઉજાગર થવા લાગ્યો. એમ તો સવા છ વાગ્યા હતા પણ રાત વિધવાના ખંડિત કાજળ જેમ ઘેરાવા લાગી હતી. ગિફ્ટ સિટીનો અંતિમ દ્વાર ભાગ્યે જ ઉપયોગમાં લેવાતો. સુરક્ષાના ભાગે ત્યાં ચોકિયાત ફરજ બજાવતા. અંતિમ દ્વારનો રસ્તો કાચો-પાકો અને આસપાસ અનુત્પાદક જાડ છોડના થડ રહેવાસી. દ્વાર પાસે જ ચોકી હતી. જેમાં સુરક્ષાકર્મીઓ તેમનો સામાન મુક્તા. એકાદ બેરિયર પણ હાજર હતા પણ કોઈ આવતું-જતું ન હોવાથી ટોલ પાસે આડાઅવળા પડ્યા રહેતા. ઠંડીએ માઝા મૂકી હતી. બેય ચોકિયાત તાપણું કરી બેઠા. મેડ ઇન ચાઈના ફોનમાં ભોજપુરી ગીતો સાંભળી રહ્યા’તા.                                 અર્ધા કલાક બાદ એક ચોકિયાત