લોહિયાળ નગર - પ્રકરણ 2

  • 1.9k
  • 909

પ્રકરણ:૨ અવૈધ                               આજે પવન ફૂંકાઈ રહ્યો હતો. જો બે મિનિટથી વધારે સમય કાન ખુલ્લા રાખી બ્હાર ફરો તો કાનમાં દુખવા લાગે, માથું ચડે અને શરદી લાગવાની સંભાવના પણ વધી જતી. વાહનો પસાર થતાં બંધ થઈ ગયા હતા. અજવાળું પોંઢવા લાગ્યું. આવી તીવ્ર ઠંડીમાં સૌ પોત-પોતાના ઘરમાં અને ગરમ વસ્ત્રોમાં લપાઈ ગ્યાં’તા. પંખીઓનો કલરવ સંભળાતો બંધ થઈ ગયો. આકાશ આખું સાફ. એક પક્ષી ગગનમાં નહીં.                                 આદમી રખેપાતમાં આવ્યો. ખડકી ખુલવાનો અવાજ સંભળાતા અંદર હુક્કો ગગડાવતો ખેડૂત સજાગ બન્યો. તે ઊભો થઈ દરવાજા પાસે આવ્યો. જાળી પાસે ઉભેલા આદમીએ બંદૂક કાઢી અને સામે તાકી. પળ વારમાં ખેડૂતના કપાળમાં ગોળી