કિલ - ફિલ્મ રીવ્યુ

  • 2.1k
  • 1
  • 802

કિલ- રાકેશ ઠક્કર નિર્માતા કરણ જોહરે ‘કિલ’ માટે કહ્યું હતું કે,‘આ ભારતમાં બનેલી સૌથી હિંસક ફિલ્મ છે.’ અને ખરેખર એ રણબીર કપૂરની ‘એનિમલ’ (2024) થી દસ ગણી વધારે હિંસા ધરાવે છે. સમીક્ષકોએ તો ત્યાં સુધી આગાહી કરી દીધી છે કે ભારતમાં આટલી હિંસા સાથેની કોઈ ફિલ્મ બની નથી અને હવે બનશે નહીં. કેમકે સેન્સર આથી વધુ પરવાનગી આપી શકે નહીં.અત્યાર સુધીની હિંસાથી ભરપૂર એક્શન ફિલ્મોમાં થોડો રોમાન્સ અને રોમેન્ટિક ગીતોને અવકાશ રહેતો હતો. ‘કિલ’ માં બસ નિર્મમ હત્યાના દ્રશ્યો છે. નબળા હ્રદયના લોકો ફિલ્મ જોઈ શકે એમ જ નથી. કલ્પના ના થઇ શકે એટલી નિર્દયતાથી ૫૦ જેટલી હત્યાઓ બતાવવામાં આવી