વિરહિણી

  • 1.9k
  • 1
  • 740

સાંજનો પાંચ વાગ્યાનો સમય હતો. હજી સૂરજ આથમવાને વાર હતી. છતા અંધારુ થવા લાગ્યુ હતુ. ઠંડો સૂસવાટા મારતો પવન ઝઙપથી ફૂંકાતો હતો. આકાશમા કાળા ડિબાંગ વાદળો દોડતા સ્પષ્ટ દેખાઈ આવતા હતા. આકાશમા પંખીઓ પણ આમતેમ ઉડતા કલરવ કરતા વાતાવરણમા એમના કલરવનો મધુર તાલ મિલાવી જાણે કોઈ સંગીતની ધૂન બનાવતા હોય, એવુ આહલાદક વાતાવરણ બનાવી રહ્યા હતા. એના લીધે સૌ કોઈની નજર આ નયન રમ્ય દ્રશ્ય પર મંડાતી. એટલામા વીજળીના કડાકા સાથે ધીમી ધારે વરસાદ શરુ થયો. વિધિ પોતાના બેડ પરથી ઊભી થઈ બારી પાસે આવી. તે ણે બારીને અધ ખૂલ્લી રાખી તેમાથી હાથ બહાર કાઢી વરસાદના છાંટાને હાથમા ઝીલવા લાગી.