તારી યાદો

  • 1.7k
  • 732

સ્ટોરી છે મીજાપુરમાં રહેનારા કાર્તિક અને ધ્રુવીની. કાર્તિકે એક શાંત સ્વભાવનો છોકરો હતો, તે ખૂબ હસી-મજાકમાં રહેતો અને દેખાવમાં સુંદર હતો. બીજી બાજુ ધ્રુવી પણ ખૂબ જ સુંદર હતી, હસી-મજાકમાં રહેતી અને કોઈપણ સાથે ભળી જવામાં સંકોચ નહોતી કરતી. આ બન્નેના પ્રેમની શરૂઆત ખૂબ જ સરળતાથી થઈ હતી, પણ ખબર નહોતી કે અંત આવી રીતે આવશે. તો, કહાનીની શરૂઆત એમના સુખદ પલોથી કરીએ.કાર્તિક અને ધ્રુવીની સૌપ્રથમ મુલાકાત કોલેજના પ્રથમ દિવસે થઈ હતી. જ્યારે ધ્રુવી ક્લાસમાં પ્રવેશી ત્યારે કાર્તિકની નજર એની પર પડી, અને જેમ કહીએ તેમ 'ફર્સ્ટ સાઇટ લવ' થઇ ગયો. એક જ નજરમાં કાર્તિકને ધ્રુવીને જોઈને કંઈક થવા માંડ્યું.