મન ની લાઈફ સ્ટોરી - 1

  • 3.3k
  • 1.4k

પ્રકરણ 1 : વહેલું ઉઠવુંમન ને વહેલું ઉઠવું ન ગમે. સાચી તો વાત છે, વહેલું ઉઠવું કોને ગમે વળી ? ફરી ગયેલી પથાળી, જે રાત્રે મમ્મી એ વ્યવસ્થિત કરી હતી, તેની દશા બગાડી ને વહેલી સવાર માં ઉઠવાનું કોનું મન થાય ? અને મન નું તો જરા પણ મન ન થાય. વહેલા ઉઠી ને શું કરવું ? રામ નાં નામ તો આધુનિક માનવીઓ બપોરે પણ લઈ શકે છે, જ્યારે રીલ ફેરવતા ફેરવતા કોઈક એકાદી રીલ રામ ની આવી જાય તો, એ પણ સો જુગ માની એક વાત છે. રામ નાં નામ માટે થોડી નાં વહેલું ઉઠાય. કસરત, યોગા એટલે કે