તારી પીડાનો હું અનુભવી - ભાગ 10

  • 1.9k
  • 1
  • 874

એટલામાં મારા ફોનની રિંગ વાગી. મિરાજ બોલતા અટકી ગયો.‘એક્સક્યુઝ મી.’ કહીને મેં મિરાજની પરમિશન માંગી.‘નો પ્રોબ્લેમ.’ એણે મને ફોન પર વાત કરી લેવા માટે મંજૂરી આપી. મારે એની લિંક અધવચ્ચેથી તોડવી નહોતી, પણ આ ફોન ઉપાડવો પણ મારા માટે જરૂરી હતો. આખરે મિરાજ માટે જ તો આ ફોન હતો.સામે છેડેથી વાત કરનાર વ્યક્તિ પાસેથી મારે મિરાજ માટે થોડું માર્ગદર્શન લેવાનું હતું. એ વિરલ વિભૂતિના માર્ગદર્શન વિના મિરાજને મદદરૂપ થવાનું મારું શું ગજું! હું મિરાજથી થોડી દૂર ગઈ. વાત પૂરી થતા મેં મિરાજ સામે જોયું. એની હાલતમાં મારી હાલતનો પડઘો પડતો હતો. બંનેના જીવનમાં કારણો જુદા હતા પણ પરિણામમાં ઘણા અંશે