નિલક્રિષ્ના - ભાગ 10

  • 1.2k
  • 530

અગ્નિ મહોત્સવમાં આવેલ બધી રાક્ષસી પ્રજાને રહેવા માટે જગ્યા અને ચોક્કસ સ્થાન આપ્યા પછી હેત્શિવાએ બધાને સંબોધન કરતાં કહ્યું કે,"હે અગ્નિ મહોત્સવમાં પધારેલ પવિત્ર રાક્ષસી પ્રજાઓ!આપણે જાણીએ છીએ કે, આ મહોત્સવ શા માટે આપણે ઉજવણી કરીએ છીએ.આ અગ્નિ આપણા બેકાર થઈ ગયેલા હિસ્સાને બાળી નાખે છે. અને આપણે ફરી નવા જીવનની શરૂઆત આપે છે. આ ૧૦૦ વરસનાં ગાળામાં આપણાં શરીરનો અમુક હિસ્સો નકામો થઈ જાય છે. એને બહાર કાઢવો જરૂરી બને છે.બસ આ મહોત્સવ આપણને સુરક્ષિત કરવા માટે જ હોય છે. આજ સત્ય છે આપણાં જીવનનું ! ભલે આપણને દુનિયા રાક્ષસી સમજે પરંતુ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ આપણે પોતાને સાબિત