હિમાચલનો પ્રવાસ - 8

  • 1.4k
  • 704

હિમાચલનો પ્રવાસ - 8 (મનાલીની વાદીઓમાં)તારીખ : 10, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં જોયું કે અમે કુલ્લુ પાસે ઢાબામાં ચા ની ચૂસકીઓ માણી....અમે કુલુ ઢાબા પર વધુ ના રોકાતા, અમારી સફર મનાલી તરફ શરૂ કરી. હવે અમારું હિમાલયમાં હંગામી મંજિલ અને ઠેકાણું મનાલી જ હતું. લગભગ દોઢેક કલાકની સફર બાદ અમે 7.30 વાગ્યા આજુ બાજુ અમારી હોટેલ પર પહોંચી ગયા. અમારી હોટેલ મનાલી થી બહાર નાગર રોડ પર આવેલી હતી. હોટેલ પર પહોંચ્યા બાદ ત્યાંની ચેક ઇનની પ્રક્રિયા પતાવી અને રૂમ પર ગયા. અમે લગભગ 48 કલાકની સફર બાદ મનાલી પહોંચ્યા હતા. છતાંય ચહેરા પર થાક કરતા હિમાલયમાં પહોંચવાનો આંનદ વધુ છલકાઈ