સુગંધા - એક પરી

  • 1.9k
  • 648

સુગંધાનો જ્યારે જન્મ થયો ત્યારે એનું શરીર સાવ પીળું પડી ગયેલું લાગતું હતું. જન્મ થયાના તરત જ ડોક્ટરે સુગંધાને પીળી અને સફેદ લાઈટ વાળા બોક્સમાં શિફ્ટ કરી દીધી હતી. સુગંધાના માતા પિતાએ ડોક્ટરોને પૂછાવ્યું હતું કે "એમની દીકરીને શું થયું છે? ". " કાંઈ ખાસ નથી jaundice ની અસર છે"" એટલે શેની અસર. ? "" સાદી ભાષામાં આપણે એને કમળો કહીએ છીએ. નાનો બાળક જ્યારે જન્મે ત્યારે એનું લીવર હજી પાચન કરવામાં સક્ષમ ના હોય. .. એટલે એમને કમળો થઈ શકે છે. બહુ ચિંતા કરવાનો વિષય નથી. ચાર પાંચ દિવસમાં સારું થઈ જશે. "" ડોક્ટર સાહેબ અમને તો ચિંતા થાય