પરચુરણ

  • 1.8k
  • 696

બરાબર વાંચજો, આ ચૂર્ણ નથી પરચૂરણ છે. પરચુરણ શબ્દથી કયો ગુજરાતી અજાણ્યો છે. જો એ અજાણ્યો હોય તો તે ગુજરાતી નથી, નથી ને નથી. ખબર નહીં કેમ એક રૂપિયો આજે બહુ ખરીદી શકતો નથી. એટલે જાણે પરચૂરણનું અસ્તિત્વ ન હોય તેવું જણાય છે. એક વાત યાદ રાખવી જરૂરી છે. “પૈસા’ એ પૈસા છે. પછી ભલે તે આઠ આના હોય કે પાંચસો રૂપિયાની નોટ હોય. તમને લાગે આ વાત વ્યાજબી નથી. જ્યારે બજારમાં કશું પણ ખરીદવા જઈએ ત્યારે પેલો દુકાનદાર બે રૂપિયા છૂટા ન હોવાને કારણે બે પાર્લે પિપરમિંટ આપે છે ત્યારે કેવું લાગે છે ? મનમાં જરૂર થશે ‘પરચૂરણ ‘