શ્રાપિત પ્રેમ - 5

  • 3.3k
  • 2k

" નામ શું છે તારું અને શું કામ કર્યું છે તે તારે અહીંયા આવવું પડ્યું?"રાધા તેના ભૂતકાળ વિશે પોતાની યાદ તાજા કરી રહી હતી ત્યારે આ અવાજથી તેનું ધ્યાન તૂટ્યું. તેને તો ખબર જ ન પડી કે તે ક્યારનીય અહીંયા જ બેઠી છે. રાધાએ સામે જોયું તો તેની સામે એક 35 વર્ષથી સ્ત્રી બેઠી હતી અને તેની સાથે બીજી એક સ્ત્રી હતી જે કદાચ 30 થી 32 વર્ષની દેખાતી હતી." મારું મોઢું શું જોવે છે? જવાબ આપ શું નામ છે તારું."" રાધા, મારું નામ રાધા ત્રિવેદી છે."જે સ્ત્રી પાત્રીસ વરસની આસપાસની દેખાતી હતી તેને બાજુમાં બેઠેલી બીજી સ્ત્રીના તરફ જોઈને