પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 11

  • 2.1k
  • 1k

ભાગ - ૧૧ સવારનો સમય ..... એક તો શિયાળાની સવાર ... ઉપરથી કશ્મીર .... અવર્ણનીય આનંદ ..... બર્ફીલા પહાડો વચ્ચે , સફેદ ચાદર ઓઢેલી જમીન પર સૂરજના કિરણો પડી ચુક્યા હતા . ઠંડા પવનની સુસ્કારીઓ જાણે વાતાવરણને છેડી રહી હોય એમ સીસોટીઓ વાગી રહી છે . ખુશનુમા વાતાવરણમાં બધાં સ્ફુર્તિ સાથે પોત - પોતના કામમાં વ્યસ્ત થઈ ગયાં છે . વહેલી સવારનો સમય છે એટલે માર્કેટમાં આજ ચહેલ - પહેલ ઓછી છે . દુકાનદારો પોતાની સ્ટોલ ખોલી કામ કરવામા લાગી ગયાં છે ..... કેટલીક સ્ટોલ તો ખુલી પણ નથી . અનુ તેનાં મેરીકને લઈ તૈયાર થઈ પહોંચી માર્કેટ પહોંચી ગઈ