શ્રાપિત પ્રેમ - 2

  • 2.7k
  • 1
  • 2k

રાધા તેની બહેન તુલસીની સાથે કોલેજ ગઈ હતી કારણ કે રાધા ને થોડી પુસ્તકો ખરીદવાની હતી. તેની મોટી બહેન તુલસીએ રાધા ને તેના સમ ખવડાવી ને કીધું કે જે કંઈ પણ તે જોઈ તેમાંથી એક પણ શબ્દ માં અને બાપુજીને કહેવાનું નથી. નાનકડી અને ભોળી રાધા એ હા કહી દીધું.રાધા કોલેજને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી, કારણ કે ત્યાંનુ વાતાવરણ તેના સ્કૂલ કરતા એકદમ અલગ હતું. તેના ગામડાના સ્કૂલમાં તો છોકરાઓ અને છોકરીઓની અલગ અલગ લાઈન હોય છે. એક આખી લાઈન છોકરીઓની તો સામેની પૂરી લાઈન છોકરાઓની હોય છે અને છોકરાઓ અને છોકરીઓ એકબીજાની સાથે બિલકુલ વાતો કરતા ન