એક સારા શ્રોતા

  • 1.6k
  • 2
  • 670

"સોરી હની, મને મોડું થયું કારણ કે ....." "કારણ કે તમે તમારા મિત્રો સાથે ફરવામાં વ્યસ્ત હતા." માયા એ સાંભળ્યા વગર, કટાક્ષ કરતી વખતે સાગરના હાથમાં તેના મનપસંદ ફૂલોનો ગુલદસ્તો જોયો પણ નહીં. અને હવે એ ફૂલોનો સાર જતો રહ્યો. "મમ્મી આ વખતે મને ગણિતમાં ઓછા માર્ક્સ મળ્યા કારણ કે જે પેપર મને અપાયું એ......" "કારણ કે પેપર મુશ્કેલ હતું, કેમ કે તું પૂરતો અભ્યાસ કરીને નહોતો ગયો." રીટા બેગ પેક કરવામાં વ્યસ્ત હતી અને તેને નીકળવાની ઉતાવળ હતી. એણે મોહનને વાત પૂરી કરવા ન આપી. તે કહેવા માંગતો હતો કે તેને ખોટો સેટ આપવામાં આવ્યો હતો, પણ રીટા એ