તારી પીડાનો હું અનુભવી - ભાગ 8

  • 2.1k
  • 1
  • 924

ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. એવું લાગ્યું કે જાણે બધા કોઈ સેન્સિટિવ ટોપિક પર વાત કરી રહ્યા હતા. ઘરનું વાતાવરણ તંગ લાગતું હતું.‘આ અત્યારના છોકરાંઓને શું થઈ ગયું છે ખબર નથી પડતી.’ અંદરના રૂમમાંથી આવી રહેલા દાદીના અવાજમાં દુઃખ છલકતું હતું.‘ખરેખર, આટલી નાની નાની વાતોમાં આવું કરે છે. બિચારા મા-બાપ શું કરે?’ મમ્મી પણ એટલી જ ઉકળાટમાં જણાતી હતી.‘રોનકને કંઈ કહેતા નહીં. હજુ એ છોકરું કહેવાય.’ દાદીએ મમ્મીને કડક અવાજમાં કહ્યું.‘અરે બા, એ તો સોસાયટીમાંથી ખબર પડ્યા વિના રહેવાની જ નથી.’‘છતાં આપણે બહુ ચર્ચા ના કરવી ઘરમાં.’આ શું ચર્ચા થઈ રહી હશે? ભારે મન સાથે મેં રૂમ તરફ માંડ પગલા