બે ઘૂંટ પ્રેમના - 3

  • 2.3k
  • 2
  • 1.7k

" પપ્પા હું જાઉં છું...." કારની ચાવીને ઉછાળતો હું ઘરની બહાર નીકળી ગયો. કારની અંદર બેસીને એક ઊંડો શ્વાસ લીધો અને ખુદને તૈયાર કર્યો. ખબર નહિ પણ કેમ આજ મનોમન હસવું આવી રહ્યું હતું. આમ તો મારો સ્વભાવ હંમેશા દુઃખી રહેવાનો છે પણ આજનો દિવસ કઈક અલગ લાગતો હતો. અર્પિતાને મળવાની તાલાવેલી કરતા પણ એ મિટિંગને જલ્દી ખતમ કરવામાં વધુ રસ હતો. " વર્ષો થઈ ગયા પણ લગ્નના રીતિરિવાજોમાં કોઈ બદલાવ નથી આવ્યા...હવે એક મુલાકાતમાં કોઈ કઈ રીતે વ્યક્તિને જાણી શકે?...ખેર...લગ્ન કરવા કંપ્લસરી છે તો કરવા જ પડશે..." લગ્ન વિશે ફરિયાદો કરતો કરતો હું કેફેની નજદીક પહોંચી ગયો. અને પહોંચતા