ફૈસલ મલિક

  • 1.4k
  • 592

સુપર સ્ટાર અમિતાભ બચ્ચન સામે સાચું બોલવું પ્રહલાદ ચાને ભારે પડ્યું હતું પ્રહલાદ ચાની ગેંગ ઓફ વાસેપુરથી પંચાયત સુધીની સંઘર્ષભરી સફર પરિવારથી છુપાઈને ફિલ્મો જોનાર આજે એક અભિનેતા તરીકે ઓળખાય છે પ્રહલાદ ચા.... આજકાલ આ નામ ઘણું ચર્ચામાં છે. ઓટીટી પ્લેટફોર્મ પર આ નામ ઘણું પ્રખ્યાત થયું છે. પ્રહલાદ ચા કોણ? બીજું કોઈ નહીં પણ પંચાયત સિરીઝનો એક્ટર ફૈસલ મલિક. પ્રહલાદ ચાએ પંચાયતની ત્રીજી સિઝનમાં પોતાની અદાકારીથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. બોલીવુડની ફિલ્મ ગેંગ ઓફ વાસેપુરમાં એક નાનકડી ભૂમિકા ભજવનાર ફૈસલ મલિકને આજે કોઈ ખાસ ઓળખાણની જરૂર નથી. પણ કહેવાય છેને કે, સફળતા એટલી સહેલાઈથી કોઈને પ્રાપ્ત થતી