જૂનું ઘર

  • 2.4k
  • 1
  • 910

વાર્તા:- જૂનું ઘર. વાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની આજે સૌની આંખ ભીની હતી. સવારથી સૌ જાણે એકબીજા સાથે અત્યંત ગંભીર રીતે લડ્યા હોય અને સંબંધ તોડી નાંખ્યો હોય એવી રીતે બોલચાલ બંધ હતી. સવારથી ઘરમાં સ્મશાનવત શાંતિ હતી. કોણ કોને સાંત્વના આપે એ જ સમજાતું ન હતું. જિંદગીનાં બાવીસ વર્ષ જે ઘરમાં કાઢ્યા એ હવે છોડીને જવાનું હતું. આમ તો એ ઘર એમનું પોતાનું ન હતું, ભાડાનું હતું. રાજ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને બાળકોને સારું શિક્ષણ મળી રહે તેમજ એમણે વારે ઘડીએ સ્થળાંતર ન કરવું પડે એટલે એક જ જગ્યાએ તેઓ સ્થાયી થવા માંગતાં હતાં. રાજની પત્ની