અંધારી આલમ - ભાગ 1

(46)
  • 9.7k
  • 7
  • 4.9k

Kanu Bhagdev   ૧: દેવરાજ કચ્છી આશરે પીસતાળીસ વર્ષની વય ધરાવતો શેઠ રતનલાલ જાબી જેટલો શરીફ, ઈમાનદાર, ભલો અને પરગજુ દેખાતો હતો, અંદરખાનેથી તે એટલો જ ક્રૂર, ઘાતકી અને કાળા કલેજાનો કાતિલ હતો. પરંતુ હમેશા ચહેરાઓ જ માણસને છેતરે છે. દિવસના સમયે ધોતિયું-ઝભ્ભામાં સજ્જ થઈ, હાથમાં ફળોની ટોપલી લઈને હોસ્પિટલમાં દર્દીઓના ખબર-અંતર પૂછવા જતા આ માણસના હાથમાં રાત પડતાંની સાથે જ ફળોની ટોપલીને બદલે વિદેશી બનાવટની રિવોલ્વર આવી જતી હતી. ધોતિયું તથા ઝભ્ભાને સ્થાને મોભાદાર સફારી સૂટ આવી જતો. એના દિવસ દરમિયાનના પોશાક, વાણી તથા વર્તનમાં રાત પડતાં જ જબરૂં પરિવર્તન આવી જતું. દિવસના ભાગમાં જોવા મળતું એનું કોમળ અને