પ્રતીછાયા

  • 1.7k
  • 602

સિધ્ધિવિનાયક મંદિરનાં ગેટ પાસે ડ્રાઇવરે કાર ઊભી રાખી અને એમાંથી એક જાજરમાન સ્ત્રી અને સૌને ગમી જાય એવો પુરુષ ઉતર્યો.એ સ્ત્રી એટલે ૪૫ વર્ષની કવિતા અને પુરુષ એટલે અવિનાશ... બંને પતિ- પત્ની ધીરે-ધીરે મંદિર તરફ જતાં હતાં. સ્વાભાવિક રીતે જેમ પુરુષોની આદત હોય એમ અવિનાશે મંદિર ઉપર બાંધેલી રૂમ અને બદલાયેલા મંદિરનાં બાંધકામ પર ચર્ચા શરુ કરી.પણ કવિતાનું મન બીજાં જ વિચારે ચડ્યું હતુ. એનાં મનમાં જાણે તોફાન મચ્યું હતું. આજે ૨૧ વર્ષે કવિતાએ આ મંદિરમાં પગ મૂક્યો હતો. બધું જ બદલાયેલું હતું. મંદિરની આજુબાજુનું વાતાવરણ, મંદિર પણ કેટલું બદલાઈ ગયું હતું અને એ પોતે પણ તો...૨૧ વર્ષ પહેલાં એ