રાણકી વાવ

  • 1.8k
  • 602

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- રાણકી વાવ, પાટણલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક રાણકીવાવનો ઇતિહાસ, પ્રકાર, કોણે બંધાવી હતી, ક્યાં આવેલી છે, કેટલા માળની છે તેની કલા કોતરણી વિગેરે વિશે વિસ્તૃત માહિતી આ૫ણે આ લેખમાં મેળવીશુ. રાણકી વાવ અથવા રાણી કી વાવ(રાણીની વાવ) આ૫ણા જ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં મૂખ્ય મથક ૫ાટણ શહેરમાં આવેલી છે. આ એક એવી ઐતિહાસિક વાવ છે જેને જોવા માટે દેશ-વિદેશના હજારો પર્યટકો ઉમટી ૫ડે છે.રાણકી વાવનો ઇતિહાસ :-રાજા મહારાજાના સમયમાં કોઇ ખાસ અવસર કે વ્યકિતની યાદ માટે મહેલો, તળાવો, કુવા કે વાવ બંઘાવવાના કેટલાય ઐતિહાસિક દાખલાઓ તમે સાંભળ્યા હશે. આ રાણકી વાવનો